My metatag

The Complete Healthcare Center

Sunday 8 April 2018

The World Homeopathy Day- વિશ્વ હોમિયોપેથી દિવસ​


          વિશ્વ હોમિયોપેથી દિવસ હોમિયોપેથી તબીબી વિજ્ઞાનના શોધક ડૉ.સેમ્યુલ હનેમાનના સ્મરણાર્થે ઉજ​વામા આવે છે.હોમિયોપેથી મેડિસિન સિસ્ટમ ના પિતા ડૉ.હનેમાન એ મુળ જમૅનીના વતની હતા.તેમનો જન્મ ૧૦મી એપ્રીલ ૧૭૫૫ માં જમૅનીના સેકસોની પ્રાંત ના મેઇઝન ગામમાં થયો હતો. તે એક અત્યંત બુધ્દ્વિશાળી, અતિ મહેનતુ અને ખૂબ ઉચ્ચ શિક્ષણ પામેલા હતા. ચિકિત્સા વિજ્ઞાનમા M.D, (એલોપેથી ફિઝિશિયન) ની ડિગ્રી ધરાવતા હતા. ૧૮મી સદીના સમયમાં તબીબી સારવાર અત્યંત પીડાદાયક અને અવૈજ્ઞાનિક હતી. આથી તેમણે ઘણા બધા તબીબી રીસચૅ અને પ્રયોગો કર્યા, જેના તારણ સ્વરૂપ ૧૭૯૬માં હોમિયોપેથીની શોધ કરી. હોમિયોપેથી સાર​વાર પ્રણાલીએ ‘Nature’s law of Cure’ પર આધારિત છે, એટલે કે ‘Similia Similibus Curentur’- ‘ઝેરનું મારણ ઝેર​’ 

હોમિયોપેથી શું છે?
હોમિયોપેથી એક વૈજ્ઞાનિક, આધુનિકસારવાર પધ્દ્વતિ છે,જેના દ્વારા બધા રોગોની સારવાર શક્ય છે. હોમિયોપેથીમાં બિમારીના સંપૂણૅ લક્ષણો તથા રોગીષ્ઠ વ્યક્તિના બંધારણ (તાસીર) ને સમજીને વા કરવામાં આવે છે. જેથી રોગનુ નિવારણ કાયમ માટે તથા જડ-મુળ માંથી થાય છે. હોમિયોપેથી વાઓ કુદરતી સ્રોતો અને સિધ્દ્વાંતો પર આધારિત હોવાથી તેની કોઇપણ પ્રકારની આડઅસરો થતી નથી

સિધ્દ્વાંતો:
v  વ્યક્તિગત સિધ્દ્વાંત: હોમિયોપેથી સાર​વાર એ વ્યક્તિના બંધારણ (તાસીર​) પર આધારિત છે.જેમ ઇશ્વરે દરેક માણસને પોતાનુ અલગ વ્યક્તિત્વ આપ્યું છે. તેમ જ દરેક વ્યક્તિની તાસીર પણ અલગ હોય છે.જેથી જ હોમિયોપેથીમાં રોગને અનુરૂપ એકસરખી દ​વાને બદ્લે વ્યક્તિની તાસીર અનુરૂપ દ​વા આપ​વામાં આવે છે.

v  જનરલાઇઝેશન સિધ્દ્વાંત: સ્વસ્થતા અને અસ્વસ્થતા કોઇ એક અવયવ સુધી સિમિત હોતા નથી, જેમ શરીરનું કોઇ એક અંગ અસ્વસ્થ હોય તો તેની અસર આખા શરીર પર વતૉય્ છે. દા..શરદી થાય કે માથું દુખે તો તેની સાથે મનથી પણ બેચેન અને અસ્વસ્થ થઇ જવાય છે. માન​વશરીર એ આખું એક જ પ્ર​વાહ​(એકમ્) છે. બસ તે જ સિધ્દ્વાંત અનુસાર​ હોમિયોપેથી
સાર​વાર પણ કોઇ એક અવય​વને ધ્યાનમાં રાખીને નહીં,પરંતુ શરીરના બધા અવયવને નિયંત્રણ​ કરતા પ્ર​વાહ પર અસર કરી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને બીમારીને જડથી દુર કરે છે.

v  સાયન્સ ઓફ પોટેન્ટાઇઝેશન​: દરેક તત્વના મુળમાં ઊર્જા રહેલી છે.રોગના ઉપચાર માટે હોમિયોપેથી દવાઓ રોગના મુળ સુધી પહોંચી શકે તે માટે વાને સૂક્ષ્મથી અતિસૂક્ષ્મ રૂપ આપવામાં આવે છે,જેથી વાની ઉંડાણમાં રહેલી ઊર્જા જગાવી શકાય​.જેમકે, અણુબોંબમા અણુની છૂપાયેલી તાકાતનો ઉપયોગ કરવામા આવે છે,તે રીતે પોટેન્ટાઇઝેશન સિધ્દ્વાંત વાની ઊર્જા વધારે છે.

-હઠીલા દર્દો માં હોમિયોપેથીક ઇલાજ:

હોમિયોપેથીએ સંપૂણૅ સારવાર પધ્દ્વતિ છે. જેમા માન શરીરને થતા શક્યત: બધા રોગોની સારવાર શક્ય છે

v  ચેપ (ઇન્ફેક્શન) ના કારણે થતા રોગો.
v  પાચનને લગતા તમામ રોગો.
v  સાંધા, મણકા તથા હાડ્કાના રોગો.
v એલર્જી તથા શ્વાસને લગતી તકલીફો.
v  દરેક પ્રકારના ચામડીના રોગો
v  વાળને લગતી તમામ તકલીફો
v  દરેક પ્રકારના સ્ત્રીરોગો.
v  માનસીક રોગો
v  કિડ્ની તથા મૂત્રમાગૅને લગતા રોગો
v  બાળ રોગો

-હોમિયોપેથી વિશે કેટલીક ગેરમાન્યતાઓ અને ભ્રમણાઓ પ્રચલીત છે જેના વિશે સમજીએ.
·        હોમિયોપેથી દવાની અસર થતા વાર લાગે છે.
તેવું બિલકુલ નથી.કોઇપણ રોગને વાની અને મટવાની એક રીત હોય છે, તથા તેની મટવાની સમયમર્યાદા રોગના તબક્કા (stage) પર આધારિત છે. અને કોઇપણ રોગમાં રાહત તો જલ્દી અને ગમે તે ઉપચારથી મેળ​વી શકાય​,પરંતુ તેને મુળમાંથી નાબુદ કર​વો હોય તો બંધારણમાં બદલાવ લાવવો જરૂરી છે.રોગ જેટલા સમયથી થયો હોય તેને મટવાનો સમય તે પ્રમાણે નક્કી થાય​.

·        હોમિયોપેથી વા માત્ર હઠીલા રોગો માટે છે.
ના એવું નથી.હોમિયોપેથી સંપૂણૅ સારવાર પ્ધ્દ્વતિ છે.જેમા સામાન્ય તાવ, શરદી, ઝાડા,ઉલ્ટી જેવા રોગોથી લઇ દરેક પ્રકારના જૂના અને અસાધ્ય રોગોની સંપૂણૅ સારવાર ઉપલબ્ધ છે. સામાન્ય તાવ,શરદી,ઉલ્ટી,ઝાડા ના કેસમાં તો વિલાયતી દવાઓ કરતા પણ વધુ ઝડપી પરિણામ મળે છે.

·        હોમિયોપેથી સારવાર વખતે વિગતવાર પૂછપરછ વધુ કરવામા આવે છે.
હોમિયોપેથી સારવારનો મૂળભુત સિધ્દ્વાંત વ્યક્તિની તાસીર (બંધારણ) પર આધારીત છે.તે સમજવા માટે બીમાર વ્યક્તિની પૂરતી માહિતી જાણ્યા બાદ યોગ્ય સારવાર આપી શકાય.અપૂરતી માહિતી એ અયોગ્ય સારવારનુ મુળ છે.

·        હોમિયોપેથી સારવારથી જલ્દી સારુ થાય તો લોકોને એવો ડર લાગતો હોય કે ડૉકટર અમને અંધારામાં રાખી વામાં સ્ટીરોઇડ તો નથી આપતાને!
હોમિયોપેથીની વા સિધ્દ્વાંતિક રીતે આપવામાં આવે અને બીમાર વ્યક્તિની તાસીર અનુરૂપ હોય તો ખૂબ ઝડ્પી અસરકારક નીવડે છે. તેનો સ્ટીરોઇડ સાથે કોઇ સંબધ નથી. હોમિયોપેથીની એક પણ વામાં સ્ટીરોઇડનો એકપણ અંશ્ હોતો નથી. સ્ટીરોઇડ પ્રતિકાર શક્તિને દબાવે છે. જ્યારે હોમિયોપેથી વાઓ કુદરતી પ્રતિકાર શક્તિ વધારે છે.

·        હોમિયોપેથી દવા શરૂ કર્યા પછી બીજી કોઇપણ પ્રકારની દવા લઇ શકાતી નથી,એલોપેથી અને હોમિયોપેથી વા વિરોધી છે,જેનો સાથે ઉપયોગ થઇ શકે નહી.
ના એવુ બિલકુલ નથી. દર્દી ની બીમારી પર આધારિત છે. એલોપેથી અને હોમિયોપેથી દવા ના સિધ્દ્વાંત અલગ જરૂર છે,પરંતુ ધણા એવા રોગો છે જેમા એકબીજાની પૂરક બની કાર્ય કરે છે. જેમ કે ડાયાબિટિસ, થાઇરોઇડ, હ્રદય રોગો, જેવા રોગોમા શરૂઆતમાં બંને દવાઓ સાથે લેવી જરૂરી છે,પછી ધીમેધીમે તબીયતમા સુધાર અને ડૉકટરની સલાહ અનુરૂપ છોડવી હિતાવહ છે.

વલ્ડૅ હેલ્થ ઓગૅનાઇઝેશન ના સર્વેक्षણ પ્રમાણે હોમિયોપેથી એ વિશ્વની બીજી સૌથી ઉપયોગમા લેવાતી સાર​વાર પધ્દ્વતિ છે. લાખો લોકો હોમિયોપેથી સાર​વાર​ લેતા થયા છે અને દર વષૅ ૨૦% લોકોનો ઉમેરો થાય છે.
ચાલો, તો વળીએ હોમિયોપેથી તરફ